11 વર્ષની પોલેન્ડની છોકરીએ PM મોદીને લખ્યો ભાવુક પત્ર, જાણો શું કહ્યું…

‘મને ભારત પરત આવવા દો મને અહીં નથી ગમતું’

લિઝા મોંટેરિયો, પણજીઃ પોલેન્ડની એક 11 વર્ષીય અલિસ્ઝા વાનાટકોએ હમણાં વડાપ્રધાન મોદી અને વિદેશ પ્રધાન બંનેને સંબોધતા પોતાના હાથે જ એક પત્ર લખીને એવી અપીલ કરી છે કે કેટલાક અઠવાડીયાઓ પહેલા સુધી ગોવા જ એમનું ઘર હતું અને હવે ફરીથી પાછી એને પોતાના ઘર ગોવામાં જ રહેવાની મંજૂરી આપવામાં આવે. બાળકીએ એવું કીધું કે તે ભારત પરત ફરવા માગે છે કે જ્યાં તેના અને તેની માતા માટે એક ઘર છે.

ગોવામાં ફરીથી રહી શકે એના કરી છે અપીલ

અલિસ્જાએ પીએમ મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરને એવી અપીલ કરી છે કે તેને અને તેની માતાને ફરીથી ગોવામાં રહેવાની રજા આપવામાં આવે. તે જણાવે છે કે એને પોલેન્ડમાં રહેવું ગમતું નથી. તે ભારતમાં ગોવાની પોતાની જે જૂની જીંદગી હતી એને ખુબ જ યાદ કરે છે. પત્રમાં વધારે તે જણાવે છે કે “હું ગોવામાં મારી સ્કૂલને ખૂબ જ પ્રેમ કરું છું. ત્યાંના પ્રાકૃતિક દ્રશ્યો અને પ્રાણીઓના રેસ્ક્યુ સેન્ટરમાં ગાયોની દેખભાળને કરવાની મારી દીનચર્યાને મિસ કરું છું.’

વીઝા ઓવરસ્ટને લીધે બાળકી અને માતા બ્લેકલીસ્ટ

આ બાળકી માત્ર 11 વર્ષની છે અને એણે પત્રમાં લખ્યું છે કે થોડો સમય પહેલા તેની માતા દેશની બહાર ગઈ અને ફરી તેને અને તેની માતાને ભારત ફરવાની અનુમતી આપવામાં નહોતી આવી. કિશોરીએ આ પત્રમાં જણાવ્યું છે કે, ’24 માર્ચ પછી મારી મમ્મી ભારત પરત ફરી શકી નહોતી અને એમને એવું કહેવામાં આવ્યું હતું કે હવે એમના વીઝાની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે અને એટલે જ અમને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યા છે. પણ એમાં અમારી તો કોઈ ભૂલ જ નથી. અત્યારે તો હું અને મારી મમ્મી સાથે જ છીએ પણ મને મારી જૂની લાઈફ અને ગોવા ખુબ જ યાદ આવે છે.’

પીએમ મોદી પાસે માંગી ઘરે પાછા ફરવાની મંજૂરી

અલિસ્જાએ પીએમ મોદીને એવી અપીલ કરી હતી કે એનું અને તેની માનું નામ બ્લેકલિસ્ટમાંથી દૂર કરી દેવામાં આવે અને પાછી એમને ગોવામાં જ રહેવાની અનુમતી આપવામાં આવે. ખાસ વાત એ છે કે એપ્રિલમાં અલિસ્જાની માતા મારતુશકા કોતલારસ્કાએ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને અપીલ કરી હતી કે તેને તેની દીકરી સાથે મળવા દેવામાં આવે. મારતુશકાને બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વીઝા અવધી કરતા વધારે સમય સુધી રોકાવાને લીધે ડિટેન કરવામાં આવી હતી. પછી મારતુશકાને માનવીય આધાર પર પોતાના દેશ પરત ફરવાની મંજૂરી આપી હતી અને પોતાની દીકરી સાથે તેને ભારત છોડી દેવું પડ્યું હતું. અત્યારે આ મા-દીકરી બંને કંબોડિયામાં સાથે રહે છે.

આ લેટર છે 11 વર્ષની દીકરીનો

તમે આ લેખ “GujaratiDunia – ગુજરાતી દુનિયા” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો આ લેખ ને વધુ માં વધુ શેર કરશો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “ “GujaratiDunia – ગુજરાતી દુનિયા ” ને..

નોંધ:- આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.(ગુજરાતી દુનિયા ટીમ )
Email – [email protected]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here