કોંગ્રેસ નહીં બેરોજગારી હારી છે : હાર્દિક પટેલ

ગુજરાત માં ૩ યુવા કાર્યકર્તા ઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી એ ભાજપ ની સરકાર સામે ઘણા વિરોધ પ્રદર્શન કર્યા. અને કોંગ્રેસ ને સત્તા માં લાવવા માટે ઘણાજ પ્રયત્નો કર્યા છે.
લોકસભા ચૂંટણી ૨૦૧૯ નાં પરિણામોની મતગણતરી મોટા ભાગે પૂર્ણ થવા આવી છે. આ વખતે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુની સાથે-સાથે જ ગુજરાત પર પણ સૌ ની નજર છે.


મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આશા વ્યક્ત કરી છે કે ફરી એક વખત તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થશે, જ્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાનો દાવો છે કે પાર્ટી ઓછામાં ઓછી 10 બેઠકો જીતશે.પણ વિપક્ષી નેતા અમિત ચાવડાનો દાવો ખોટો સાબિત થતો નજર પડી રહ્યો છે.ગુજરાત માં ૨૬ બેઠકો જીત તરફ નિશ્ચિત થઈ રહ્યા છે.


શુ કહેવું છે હાર્દિક પટેલ નું ૨૬ સીટ ભાજપ જીતવા રહી છે

લોકસભાની ચૂંટણીનાં આવી રહેલાં પરિણામો પર કૉંગ્રેસ ના સ્ટાર પ્રચારક અને અગ્રણી  નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરી  કહ્યું, “કૉંગ્રેસ નહીં બેરોજગારી હારી છે, શિક્ષણ હાર્યું છે, ખેડૂતો હાર્યા છે, મહિલાઓનું સન્માન હાર્યુ છે અને આમ જનતા સાથે જોડાયેલા દરેક મુદ્દાની હાર થઈ છે, એક આશાની હાર થઈ છે. સાચું કહું તો હિન્દુસ્તાનની જનતા હારી છે.”


એમણે વધુ ઉમેરતા કહ્યું છે કે, “કૉંગ્રેસના તમામ કાર્યકર્તાઓની લડાઈને સલામ કરું છું. લડીશું અને જીતીશું.”


કોંગ્રેસ એ ગુજરાત માં બેઠકો મેળવવા માટે કરેલ પ્લાનિંગ ક્યાંક ને ક્યાંય નિષ્ફળ થતી જોવા મળી રહી છે.જ્યારે ગુજરાત માં એક પણ સીટ ન મળ્યા કોંગ્રેસ ના તમામ કાર્યાલયો બંધ હાલત માં જોવા મળી રહ્યા છે  અને કાર્યકરો પણ ક્યાંય પણ નજર આવી રહ્યા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here