ઘરના ધાબા ઉપર લગાવો સોલર પેનલ, વીજળીના બીલમાં દર વર્ષે બચાવી શકશો 46,000 રૂપિયા.

૫-૬ વર્ષમાં વસુલ થઇ જશે સોલર પ્લાન્ટનો ખર્ચ, વીજળી મળશે મફત.

100 kW નો સોલર પ્લાન્ટ વર્ષની કરશે ૯.૨૬ લાખ રૂપિયાની બચત.

ટૂંક સમયમાં જ દિલ્હીમાં રહેતા લોકોને સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થવા વાળી વીજળી સપ્લાય થશે. Delhi Electricity Regulatory Commission (DERC) એ હાલમાં જ ગ્રુપ નેટ મીટરીંગ (GNM) અને વર્ચુઅલ નેટ મીટરીંગ (VNM) ફ્રેમવર્ક તેના વિષે સોસાયટીઝ (CGHS) ને સસ્તા ભાવે વીજળી મળશે. જો તમે ધારો તો ખુબ સરળતાથી તમારા ઘરના ધાબા ઉપર પણ સોલર પેનલ લગાવરાવી શકો છો. તેનાથી માત્ર વીજળી બીલ જ ઓછું નહિ આવે પરંતુ થોડા વર્ષોમાં સોલર પેનલની કિંમત પણ નીકળી જશે. જેથી તમારો લાઈટ વપરાશ મફત થઇ જશે.

આવી રીતે કરશે કામ :-

આ યોજના હેઠળ એક જ લોકેશન ઉપર સોલર પ્લાન્ટ લગાવવામાં આવશે અને સરપ્લસ એનર્જીને પાછી ગ્રીડમાં મોકલી દેવામાં આવશે. આ ગ્રીડ સાથે જોડાયેલા તમામ મીટરોના બીલમાં તે એનર્જીને એડજસ્ટ કરી દેવામાં આવશે. તેનાથી લોકોનું લાઈટ બીલ ઓછું થઇ જશે.

તમે પણ તમારા ઘરમાં આવી રીતે લગાવરાવી શકો છો સોલર પેનલ :-

ધાબા ઉપર સોલર પેનલ લગાવવા વાળી કંપનીના પાવર ડિસ્કોમ સાથે સંપર્ક કરો. જે તમને કોઈ વેંડર સાથે જોડશે.

પોતાના ડિસ્કોમ કે વેંડરને તમારા લાઈટ બીલની છેલ્લી નકલ આપો, જેથી તે ગણતરી કરી શકે છે કેટલી ક્ષમતાની સોલર પેનલ લગાવવાની છે.

૧૦૦૦ રૂપિયાની નોન-રીફંડેબલ ફી ભરો.

ત્યાર પછી સાઈટ ઇન્સ્પેકશન અને ટેસ્ટ રન કરવામાં આવશે.

આટલો થશે ખર્ચ

જો તમે ૧ કિલોવોટની સોલર પેનલ લગાવરાવો છો, તો તમારે માટે ૭૦,૦૦૦ રૂપિયા ચૂકવવાના રહેશે.

પાંચ કિલોવોટની પેનલ માટે 3.5 લાખ રૂપિયા ખર્ચ થશે.

100  કિલોવોટની પેનલ માટે 60 લાખ રૂપિયા ખર્ચ કરવો પડશે.

ખાસ વાત એ છે કે તમારા ઘરમાં સોલર પેનલ લગાવવાના કુલ ખર્ચમાં સરકાર તરફથી ૩૦ ટકા સુધી સબસીડી આપવામાં આવે છે.

પાંચ વર્ષમાં નીકળી જશે ખર્ચ :-

સામાન્ય રીતે સોલર પેનલનો ખર્ચ ૫-૬ વર્ષમાં જ નીકળી જાય છે. આમ તો આ સ્કીમ 5 કિલોવોટથી ઓછી અને ૫,૦૦૦ કિલોવોટથી વધુ ક્ષમતા વાળા પેનલ માટે માન્ય નથી. જો એક ઘરમાં પાંચ કિલોવોટની સોલર પેનલ લગાવરાવો છો, તો વર્ષ આખામાં તેને લાઈટ બીલ ઉપર ૪૬,૦૦૦ રૂપિયા બચત થશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “ “GujaratiDunia – ગુજરાતી દુનિયા ” ને..

નોંધ:- આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.(ગુજરાતી દુનિયા ટીમ )
Email – [email protected]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here