ગુજરાતનું નવું સુંદર હિલ સ્ટેશન ડોન

એક મહિના પછી ચોમાસુ શરૂં થશે. ત્યારે સાપુતારા પાસે આવેલા ડોન હીલસ્ટેશન પર રજા ગાળવા જવા માટે ઘણાં લોકો અત્યારથી જ આયોજન કરી રહ્યાં છે. હવે સાપુતારમાં લોકોની ભીડ વધતાં ડોન હીલ સ્ટેશન લોકો વધુ પસંદ કરે છે.

કુદરતી સંપત્તિથી ભરપૂર અને લીલાંછમ એવા ડાંગ જિલ્લામાં આવેલું આ ગિરિમથક આમ તો છેલ્લા દોઢેક વર્ષથી જ આ સ્થળ ચર્ચામાં આવ્યું છે. ગુજરાતના મોટા ભાગના નિસર્ગપ્રેમીઓ કે પછી નાગરિકોને પણ ડોન નામનું હિલ-સ્ટેશન ગુજરાતમાં છે એની કદાચ ખબર નહીં હોય. આ હિલ-સ્ટેશન હજી વિકસિત થયું નથી અને ત્યાં પહોંચવા માટે હજી માંડ સવા-દોઢ વર્ષ પહેલાં જ પાકો રસ્તો બન્યો છે.

ગુજરાતનું ગિરિમથક ડોન ડાંગ જિલ્લાની સરહદ પર પહાડ પર આવેલું ગામ છે. હાલના ગુજરાતના એકમાત્ર હિલ-સ્ટેશન સાપુતારાની જેમ આ ડોન ગામ પણ ૧૦૦૦ મીટરની ઊંચાઈએ આવેલું છે. આ એક એવું ઐતિહાસિક અને પૌરાણિક સ્થળ છે જેની સાથે ભગવાન ભોળા શંકર, રામસીતા અને હનુમાનજી, અંજની માતા અને ગુરુ દ્રોણની દંતકથાઓ જોડાયેલી છે. આ સ્થળ પર્વતારોહણ માટે શ્રેષ્ઠ છે અને ટ્રેક માટે આ અત્યંત રળિયામણું સ્થળ છે. અહીં આવેલા ટ્રેકરો અને મુસાફરો તો એમ કહે છે કે નૈનિતાલ, મસૂરી કે પછી માઉન્ટ આબુને પણ ભૂલી જાઓ એવું ખૂબસૂરત સ્થળ ડોન છે.

‘આ સ્થળ સાપુતારાથી પણ ૧૭ મીટર ઊંચું છે અને સાપુતારા કરતાં દસ ગણો વિસ્તાર ડોનનો છે. ડોન ગામ ડુંગર પર આવેલું છે અને અહીં ચારે તરફ ડુંગરો જ છે. અહીં ગુરુ દ્રોણની ટેકરી છે, અંજની પર્વત-અંજની કુંડ છે જે હનુમાનજીનું જન્મસ્થળ ગણાય છે. આ સ્થળે અંજનીમાતાએ ભગવાન શિવની આરાધના કરી હતી. આ સ્થળે ભગવાન રામચંદ્રજી અને સીતામાતાનાં પગલાં છે અને ડુંગર નીચે પાંડવ ગુફા આવેલી છે. પાંડવોને જ્યારે ૧૪ વર્ષ વનવાસ વેઠવો પડ્યો હતો ત્યારે આ સ્થળે તેમણે વનવાસ ભોગવ્યો હતો. ડોનમાં એટલી ઠંડક છે કે ઉનાળામાં પણ ગામના રહીશોને ગોદડાં ઓઢીને સૂવું પડે છે. અહીં વાદળાં નીચે ઊતરી આવે છે. આ સ્થળે સહેલાણીઓ આવે છે, પરંતુ એટલા બધા આવતા નથી કેમ કે હજી આ સ્થળને વિકસિત કરવાનું બાકી છે.’ જોકે અહીં રહેલા પાંચ ખેડૂતોએ જમીન આપી અને ડોનમાં જવાનો રસ્તો તૈયાર થયો
ડાંગ જિલ્લામાં આવેલા હિલ-સ્ટેશન ડોન જવું હોય તો એ આહવાથી અંદાજે ૩૩ કિલોમીટર દૂર છે. આહવા થઈને ચિંચલી જવાનું. ત્યાંથી ગડદ ગામ જવાનું અને ગડદ ગામથી પહાડ તરફ જતો રસ્તો ડોન તરફ દોરી જાય છે.

શંકર ભગવાન, ભગવાન રામચંદ્ર, સીતાજી, હનુમાનજી, અંજનીમાતા, ગુરુ દ્રોણની લોકવાયકાઓ ને દંતકથાઓ જોડાયેલી છે ડાંગ જિલ્લાના આ સ્થળ સાથે: નૈનીતાલ, મસૂરી કે પછી માઉન્ટ આબુને પણ ભૂલી જાઓ એવું રળિયામણું સ્થળ। ..
ડોન ગામની તળેટીમાં ગડદ ગામ આવેલું છે. આ ગામના પાંચ ખેડૂતો લાલસિંહ પવાર, મોતીલાલ પવાર, ગંગારામ પવાર, ગમન તુળસ્યા અને ચંદર માળવીશે પોતાની ખેતીની જમીન ડોન જવાના માર્ગ માટે આપી દેતાં મહારાષ્ટ્ર થઈને જવાતા ૪૪ કિલોમીટરનું અંતર ઘટીને ૮.૫ કિલોમીટરનું થઈ ગયું.

ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં હિલ-સ્ટેશન સાપુતારા, ગીરા ફૉલ્સ ઉપરાંત શબરીધામ, પમ્પા સરોવર, ભેંસકાત્રી નજીક આવેલું માયાદેવીનું મંદિર, વઘઈ, કિલાડ, મહાલ જેવાં પ્રવાસન-સ્થળો આવેલાં છે. ચોમાસાની શરૂઆત થતાં જ સહેલાણીઓ ડાંગમાં ઊમટી પડે છે. નાનકડો ડાંગ જિલ્લો ચોમાસામાં લીલોછમ બની જાય છે. અહીં ઠેર-ઠેર વહેતાં ઝરણાં અને ડુંગર પરથી વહેતા નાના-મોટા પાણીના ધોધ વાતાવરણને આહ્લાદક બનાવે છે.
ડાંગ જિલ્લામાં આવેલું હિલ-સ્ટેશન ડોન આહવાથી અંદાજે ૩૩ કિલોમીટર દૂર છે. આહવા થઈને ચિંચલી જવાનું. ત્યાંથી ગડદ ગામ જવાનું અને ગડદ ગામથી પહાડ તરફ જતો રસ્તો ડોન તરફ દોરી જાય છે.

ડોન નજીક એક જ સ્થળે 23 જાતની જંગલી કેરી પેદા થાય છે

ચિંચલી ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું ગામ છે. ચીંચલીના ડુંગરાળ પ્રદેશને એપ્રિલ 2019માં ‘બાયોવર્સિટી ઝોન’ જાહેર કરાયો છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા ચિંચલીનાં ડુંગરાળ પ્રદેશમાં કુદરતી રીતે ઉગી નિકળેલા 2700 આંબાના વૃક્ષો છે. ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકનાં ચિંચલી રાઉન્ડ ફોરેસ્ટમાં ચિંચલીનાં મહારદર, ડોન મોરઝીરાને અડી આવેલા ડુંગર પ્રદેશમાંસુધીના 1626 હેક્ટર (10 ચો. કિ.મી.)રીઝર્વ ફોરેસ્ટમાં કુદરતી રીતે જંગલી દેશી આંબા ઉગી નીકળેલા છે.

પર્યાવરણ અભ્યાસુઓ માટે અનેરૂ આકર્ષણ ઉભું થવા પામ્યું છે. આંબાનું જંગલ બારેમાસ લીલું રહે છે. સમગ્ર જંગલ જયારે સુકુભટ હોય છે. ઉત્તર ડાંગ વન વિભાગનાં સર્વે અનુસાર આ વિસ્તારનાં જંગલી આંબાઓનું સંશોધન હાથ ધરતા વિવિધ પ્રકારની 23 જાતોની કેરી ફળ મળી આવી છે.

જેમાં દરેક આંબાના પાંદડાં-ફળો અને ફળના રંગમાં વિવિધતા છે. 23 જાતોની વિવિધ કેરીઓમાં કોઇક કેરી લાલ, પીળી, લીલી તો કેટલાક વૃક્ષો પર પાંદડાં અસમાનતા દેખાઇ હતી. જેવા કે કેરી પાકી હોય છતાં લીલો રંગ, કાચી હોવા છતાં લાલ કે પીળી રંગ અને પાંદડા પણ કોઇક લાંબા તો કોઇ અન્ય વૃક્ષનાં નાના, ઝીણા જોવા મળ્યા હતાં. સફેદ કેરી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ડાંગનાં ઉત્તર વન વિભાગનાં ચિંચલી રાઉન્ડ ફોરેસ્ટમાં સમાવિષ્ટ જંગલ વિસ્તારમાં કુદરતી રીતે જ મળી આવેલા આ જંગલી આંબાનાં વૃક્ષો ગુજરાત જૈવિક વિવિધતા વિકાસ બોર્ડ દ્વારા ચિંચલી ગામે ગ્રામજનોની હાજરીમાં સમગ્ર વિસ્તારને બાયોવર્સિટી હેરીટેજ સાઇટમાં સમાવવા ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આ વિસ્તારનાં ગ્રામજનોએ આ વિસ્તારને બાયોવર્સિટી ઝોનમાં સમાવવા સંમતી દર્શાવી હતી.

ઈ.સ.1664માં શિવાજી મહારાજે સુ૨ત ૫૨ ચઢાઇ કરી ત્યારે અહીં જ તેમનો ૫ડાવ હતો તે આજે લશ્કરી આંબા તરીકે ઓળખાય છે. અને અહીંથી જ સુ૨તને લુંટવા ગયા હતા.

ચિંચલી ગામમાં 100 ટકા આદિવાસી લોકો વસે છે. મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી, કેરી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ ચિંચલીના ડુંગરાળ પ્રદેશમાં હજારો આંબાના વૃક્ષોને કારણે બાયો ડાયવર્સિટી ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકના ચિંચલી રાઉન્ડ ફોરેસ્ટમાં આવેલા મહારદર ગામથી મોરજીરા ગામ સુધીના પહાડી પ્રદેશને અડીને આવેલા અંદાજે 1626 હેક્ટર તો ફોરેસ્ટમાં કુદરતી રીતે ઉગી નીકળેલા આંબાના વૃક્ષો પર્યાવરણ અભ્યાસ માટે આકર્ષણ ઊભું થવા પામ્યું છે.

પર્યાવરણ અભ્યાસો માટે પણ દુર્લભ પ્રકારની વનસ્પતિનો ભંડાર સંજીવની રૂપે પુરવાર થશે. અહીં આંતરરાષ્ટ્રીય બાયો ડાયવરસીટી દિવસની ઉજવણી કરાઈ હતી.

તમે આ લેખ “GujaratiDunia – ગુજરાતી દુનિયા” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો આ લેખ ને વધુ માં વધુ શેર કરશો.

નોંધ:- આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.(ગુજરાતી દુનિયા ટીમ )
Email – [email protected]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here