મોબાઈલ વિશેની આ સિક્રેટ જાણકારી આજ સુધી સામે નથી આવી | જાણો મોબાઈલ વિશેના ચોંકાવનારા રહસ્યો

મોબાઈલ વિશેની સિક્રેટ જાણકારી….. અને તેના અમુક તથ્યો…. આજ સુધી નથી આવ્યા સામે…

મિત્રો પાછળના થોડાક વર્ષોથી મોબાઈલ આપણી જિંદગીનો એક ખાસ અને અનમોલ હિસ્સો બની ગયો છે. કેમ કે આજકાલ માણસની સૌથી નજીક જો કોઈ વ્યક્તિ હોય તો તે છે મોબાઈલ. તેનાથી વધારે માણસની પાસે આજે બીજો માણસ પણ નિકટતા નથી ધરાવતો. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ પરંતુ આપણો મોબાઈલ ફોન તો સતત આપણી નજીક અને સાથે જ હોય છે. તો આજે અમે આ લેખમાં તમને મોબાઈલ વિશેની થોડી એવી જાણકરી જણાવશું જેના વિશે લગભગ લોકોને નહિ ખબર હોય. તો આજે અમે જે જાણકારી જણાવશું તે ખુબ જ દિલચસ્પ હશે. તો જાણો આ લેખમાં મોબાઈલના અમુક તથ્યો. જે આજ સુધી ક્યારેય પણ સામે નથી આવ્યા.

એક સમય એવો હતો જ્યારે લોકો સંદેશની આપલે કબુતર દ્વારા કરતા હતા. પછી ધીમે ધીમે પોસ્ટમાં કરતા થયા. તેના થોડા સમય બાદ 10 માર્ચ 1976 માં ગ્રેહામ બેલે તેના સાથી ટોમસ વોટ્સન સાથે મળીને ટેલીફોનની ખોજ કરી હતી. જે કેબલ પર ચાલતો હતો. તેના ઘણા વર્ષો પછી પહેલો ટેલીફોન લોકો સામે આવ્યો. જે US માં સન 1947 માં બન્યો હતો અને તેને સન 1950 માં ડેવલપ કરવામાં આવ્યો હતો. પરંતુ તે ફોન ઉપયોગ માત્ર સેના જ કરી શકતી હતી.

તેના થોડા વર્ષો બાદ એટલે કે 1973 માં અમેરિકાના એક એન્જીનીયર martin cooper એ પહેલો મોબાઈલ ફોન બનાવ્યો હતો. જે સામાન્ય લોકો પણ ઉપયોગ કરી શકતા. માર્ટીને તે ફોન મોટોરોલા કંપની સાથે મળીને બનાવ્યો હતો અને ત્યારે તે ફોનનો વજન 2 કિલો હતો. જ્યારે પહેલો ફોન સામે આવ્યો તો તે ફોનનો ઉપયોગ જ્યારે તેમાં કોલ આવે ત્યારે રીસીવ કરવામાં જ થતો હતો. તે મોબાઈલ ફોનમાં બીજી કોઈ પણ સુવિધા ઉપલબ્ધ ન હતી. તેમાં સીમકાર્ડ પણ ન હતું. ત્યારે બાદ સન 1987 માં પહેલી વાર મોબાઈલની અંદર ડીઝીટલ ટેકનોલોજીની મદદથી GSM ને ઉપયોગ કરવામાં આવ્યું હતું. સન 1992 માં પહેલી વાર SMSની સુવિધા તેમાં ઉપલબ્ધ કરવામાં આવી હતી અને UK માં પહેલી વાર મેસેજ કરીને તેની શરૂઆત કરવામાં આવી હતી.

સન 2003 માં પહેલી વાર દુનિયામાં 3G કનેક્શનની શરૂઆત થઇ. ત્યાં સુધી ઈન્ટરનેટની સ્પીડ બિલકુલ પણ આવતી ન  હતી. આખા વિશ્વમાં નેપાળ પહેલો એવો દેશ હતો જેમણે પહેલી વાર સૌથી પહેલા 3G સેવાનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ સન 2007 માં દુનિયાની સામે પહેલો iPhone આવ્યો અને T-Mobile G1 ના નામે પહેલો એન્ડ્રોઇડ ફોન સામે આવ્યો હતો. ત્યાર પછી ઘણી બધી અલગ અલગ કંપનીના સ્માર્ટ ફોન સામે આવ્યા હતા અને આજે પણ તે નવી નવી કંપનીના મોબાઈલ ફોન માર્કેટમાં જોવા મળે છે.

ભારતમાં મોબાઈલ ફોન કેવી રીતે આવ્યો, શું છે તેનો ઈતિહાસ. ભલે દુનિયામાં પહેલો ફોન સન 1973 માં સામે આવ્યો પરંતુ ભારતમાં પહેલો મોબાઈલ ફોન 1995 માં સામે આવ્યો હતો. મોદી ટેલ્સ્ટ્રા નામની કંપનીએ ભારતમાં સૌથી પહેલા મોબાઈલ ફોનની સેવાને ઉપલબ્ધ કરી હતી. ભારતમાં પહેલો મોબાઈલ કોલ જ્યોતિ બસુ દ્વારા કોલકત્તાથી એ સમયના કેન્દ્રીય મંત્રી સુખરામને 31 જુલાઈ 1995 માં કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પશ્વિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુએ કોલકત્તામાં મોદી ટેલ્સ્ટ્રાના મોબાઈલ નેટની સેવા સર્વિસની શરૂઆત કરી હતી.

ભારતમાં જ્યારે મોબાઈલ ફોન લોન્ચ થયો ત્યારે તેના એક વર્ષ પહેલા સન 1994 માં દુનિયાનો સૌથી પહેલો સ્માર્ટ ફોન લોન્ચ થયો હતો, જેનું નામ હતું આઈબીએમ સિમોન અને આ ફોનને આઈબીઅમ અને અમેરિકી ફોન કંપની બેલસેલ્ફે બનાવ્યો હતો. ત્યારે આ ફોનની કંપની 900 ડોલર રાખવામાં આવી હતી. આ ફોન ત્યારે ટચ સ્ક્રીન હતો અને ટચ સ્ક્રીન વાળી બધી જ સુવિધા તેમાં ઉપલબ્ધ હતી. પરંતુ છતાં પણ એ ફોન માર્કેટમાં ન ચાલ્યો અને લગભગ 50000 ફોન બન્યા બાદ કંપનીએ પ્રોડક્શન બંધ કરી દીધું. ત્યાર બાદ ઘણી બધી કંપનીએ સ્માર્ટ ફોન બનાવ્યા અને લગાતાર તે ફોન નવા નવા અપડેટની સાથે આવવા લાગ્યા. અને આજે આપણા બધાના સ્માર્ટ ફોનમાં એટલી સુવિધા છે કે આજે આપણે અમુક કામમાં કોમ્પ્યુટર પણ જરૂર નથી પડતી. પરંતુ સૌથી પહેલો જો કોઈએ સંપૂર્ણ સુવિધા વાળો સ્માર્ટ ફોન આપ્યો હોય તો એ છે આઈબીએમ કંપની.

તો મિત્રો આ હતો મોબાઈલ અને સ્માર્ટ ફોનનો ઈતિહાસ, પરંતુ હવે અમે તમને જણાવશું સ્માર્ટ ફોનથી શું શું નુકશાન થાય છે. મિત્રો જ્યારે આજના જમાનામાં સ્માર્ટ ફોનઆપણા જીવનની હિસ્સો તો બની જ ગયો છે. પરંતુ જો કોઈને પૂછવામાં આવે કે સ્માર્ટ ફોનના ફાયદા જણાવો તો લોકો તેના ફાયદાઓ અસંખ્ય જણાવશે. પરંતુ જો તેને સ્માર્ટ ફોનના નુકશાન જણાવવાનું કહેવામાં આવે તો લગભગ ખુબ જ ઓછા લોકો જાણતા હોય છે. તો આજે અમે તમને તેના નુકશાન પણ જણાવશું.

સૌથી પહેલું નુકશાન તો સ્માર્ટ ફોનમાંથી નીકળતા રેડીયેશન છે. ઘણા બધા રીચર્સમાં એવું જાણવામાં આવ્યું છે કે મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડીયેશન સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનદાયક હોય છે. તેનાથી કેન્સર અને હાર્ટએટેકનો ખતરો ખુબ જ વધી જાય છે. જો રાત્રે સ્માર્ટફોનનો મોડે સુધી ઉપયોગ કરવામાં આવે તો ઊંઘ ન આવવાની સમસ્યા વધે છે. જેના કારણે આપણા દિમાગ પર ખુબ જ ખરાબ અસર પડે છે. જેના કારણે આપણા મગજમાં જરૂરી વાતો યાદ અંતહી રહેતી હોતી અને બિનજરૂરી અમુક વસ્તુઓ યાદ રહી જતી હોય છે. જે આપણી નર્વસ સીસ્ટમને સક્રિય કરે છે. જેના કારણે આપણે ઘણી વાર અપસેટ થઇ જતા હોઈએ છીએ. એટલા માટે ક્યારેય પણ રાત્રે મોડે સુધી સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવો જોઈએ નહિ.

હાલમાં જ ગ્રેટર નોઇડામાં એક 16 વર્ષીય છોકરાએ પોતાની માતા અને બહેનની હત્યા કરી નાખી હતી. કેમ કે બહેને શિકાયત કરી હતી કે ભાઈ દિવસભર મોબાઈલ ફોન ખતરનાક ગેમ રમતો રહેતો હોય છે. તેની માતા તેને ખીજાય છે અને તેની પાસેથી મોબાઈલ ફોન લઇ લે છે. મોબાઈલ ફોનની લતને કારણે છોકરાને એટલો ગુસ્સો આવ્યો કે તેને પોતાની માતા અને બહેનની હતા કરી નાખી અને ઘર પરથી ભાગી ગયો. આવી રીતે ઘાતક ગેમ્સ અને તેના વાયોલેશનના કારણે ઘણા લોકોના જીવ ગયા છે. આજકાલ બાળકોએ પુસ્તક અને અભ્યાસ પર ધ્યાન આપવાનું બિલકુલ બંધ કરી દીધું છ. જેનું માત્ર એક જ કારણ છે મોબાઈલ ફોન. જેના કારણે લોકો યાદશક્તિ ખુબ જ કમજોર પડવા લાગી છે.

આજકાલ લોકો શારીરિક રીતે ખુબ જ નબળા પડતા જાય છે. કેમ કે જે ઉમરમાં બાળકે ઘરની બહાર રમતો રમવી જોઈએ તેના બદલે તે સ્માર્ટ ફોનમાં ગેમ્સ રમતા હોય છે જેના કારણે શારીરિક તાકાતબિલકુલ પણ નથી મળતી હોતી અને શરીરમાં કમજોરી આવી જાય છે. જેના કારણે સ્વભાવ પણ લોકોના આજકાલ ચીડિયા થઇ ગયા છે. બાળકોને સ્માર્ટ ફોનની જાણ 18 વર્ષ પછી કરાવી જોઈએ. જો તેના પહેલા બાળકના હાથમાં સ્માર્ટ ફોન આવી જાય તો તેનામાં વિકૃતિ આવી જાય છે. અને એક ખાસ કારણ છે કે બાળકોને સમય પહેલા જો સ્માર્ટ ફોન આપી દેવામાં આવે તો આંખોની રોશની ઓછી થઈ જાય છે.

રાત્રે વધારે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવામાં આવે તો આપણી વિચારવાની શક્તિ પર ખુબ જ ખરાબ અસર પડે છે. કેમ કે સામાન્ય કામ પણ આપણે સ્માર્ટ ફોન માંથી કરતા હોઈએ છીએ. જેના કારણે આપણું મગજ યાદ નથી કરી શકતું.

મિત્રો આ માહિતી દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે જેથી તમારા દરેક મિત્ર સાથે શેર કરો.

તમે આ લેખ “GujaratiDunia – ગુજરાતી દુનિયા” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો આ લેખ ને વધુ માં વધુ શેર કરશો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “ “GujaratiDunia – ગુજરાતી દુનિયા ” ને..

નોંધ:- આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.(ગુજરાતી દુનિયા ટીમ )
Email – [email protected]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here