પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના માટે ખેડૂતો 30 નવેમ્બર સુધી આધાર નંબર લિંક કરાવી શકશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના હપ્તા મેળવવા માટે આધાર નંબરને લિંક કરાવવાની તારીખ લંબાવવામાં આવી છે. હવે ખેડૂતો 30 નવેમ્બર સુધી પોતાનો આધાર નંબર લિંક કરાવી શકે છે. જો કે, આ પહેલાં 1 ઓગસ્ટ 2019 બાદ હપ્તાની રકમ મેળવવા માટે આધાર નંબર જરૂરી છે.યોજના સાથે જોડાયેલી ખાસ વાત

  • ખેડૂતો 30 નવેમ્બર સુધી પોતાનો આધાર નંબર લિંક કરાવી શકે છે
  • વર્ષે ખેડૂતોને ત્રણ વખત 2-2 હજાર રૂપિયા ખેતી કરવા માટે આપવામાં આવે છે
  • 7 કરોડ ખેડૂતોને મળી રહ્યો છે યોજનાનો ફાયદો

આ યોજના હેઠળ આર્થિક મદદ મળે છેઆ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને ત્રણ વખત 2-2 હજાર રૂપિયા ખેતી કરવા માટે આપવામાં આવે છે. આ પૈસા 2-2 હજાર રૂપિયાના હપ્તામાં ચાર મહિનાના અંતરમાં ત્રણ વખત ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે. તેની પાછળ સરકારનો વિચાર એ હતો કે, આવી નાની જમીનમાં થતી ઊપજથી ખેડૂત આખા વર્ષ દરમિયાન તેના પરિવારનું પોષણ અને જરૂરિયાતોને પૂર્ણ કરી શકતો નથી.7 કરોડ ખેડૂતોને મળી રહ્યો છે યોજનાનો ફાયદો7 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. આ યોજનામાં કુલ 14 કરોડ ખેડૂતોને તેનો ફાયદો મળશે.ભારત સરકારે તાજેતરમાં ખેડૂતોની મદદ કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની શરૂઆત કરી છે. તેમાં એવા ખેડૂત પરિવારોને સામેલ કરવામાં આવ્યા છે જેમાં પતિ-પત્ની અને 18 વર્ષ સુધીનાં બાળકો 2 હેક્ટર જમીન પર ખેતી કરતા હોય. 1 ફેબ્રુઆરી 2019 સુધીના લેન્ડ રેકોર્ડમાં ખેડૂતોનું નામ હોવું જરૂરી છે. આ યોજના દ્વારા 12 કરોડ ખેડૂત પરિવારોને મદદ કરવામાં આવશે. આ સ્કીમમાં મળનાર પૈસાનો ઉપયોગ ખેડૂત પોતાની આર્થિક સ્થિતિ સુધારવામાં કરી શકે છે.

હેલ્પલાઈન નંબરઆ યોજનામાં જો તમે રજિસ્ટ્રેશન થઈ ગયું હોય તો પણ પૈસા ન મળતા હોય તો પહેલાં તમે તમારા રેવન્યૂ અધિકારી અને કૃષિ અધિકારીને સંપર્ક કરો. જો ત્યાં પણ તમારી સમસ્યાનું નિવારણ ન થાય તો સોમવારથી શુક્રવાર સુધી પીએમ-કિસાન હેલ્પ ડેસ્ક (PM-KISAN Help Desk)ને ઈમેલ([email protected]) પર કરી શકો છો. ત્યાં પણ સમસ્યાનું સમાધાન ન થાય તો આ ફોન નંબર 011-23381092(Direct HelpLine) પર ફોન કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here