વાંચી લો લગ્ન નોંધણી કરાવવાની એકદમ સરળ રીત – ખુબ જ ઉપયોગી માહિતી

ભારતમાં લગ્નને એક પવિત્ર સંસ્કાર માનવામાં આવે છે. આથી જ આપણાં કાયદામાં લગ્ન રજીસ્ટ્રેશનની બાબત સમાવિષ્ટ કરવામાં આવી છે. કોઈપણ દંપતિ માટે મેરેજ રજીસ્ટ્રેશન એ અનિવાર્ય બાબત છે. ભણેલા હોય કે અભણ તેઓએ તેમની આ જવાબદારી નિભાવવી આવશ્યક છે.

આજની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં રાજ્યમાં લગ્નોની ફરજિયાત નોંધણીની જોગવાઈઓના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા એક યોગ્ય કાયદાની જરૂરીયાત જણાંતા ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006નો કાયદો ઘડવામાં આવ્યો. આજના યુવાધન માટે લગ્ન નોંધણી જરૂરી છે. લગ્ન નોંધણી દ્વારા નવદંપતિનું ભાવિ સુરક્ષિત રહે છે. લગ્ન નોંધણી એ બહુ જ સરળ પ્રક્રીયા છે.

તો મિત્રો, ચાલો જાણીએ લગ્ન નોંધણી કરાવવાની પ્રક્રિયા. મતલબ, મેરેજ સર્ટિફિકેટ કઢાવવાની રીત.

લગ્ન નોંધણી કરાવવા માટે સાથે લઈ જવાના જરૂરી દસ્તાવેજો તથા સૂચનો નીચે મુજબ છે:

(1) ફોર્મ નં 5 અને ફોર્મ નં 1 (લગ્ન નોંધણી વિભાગ/ ઓનલાઈન ફોર્મ ઉપલબ્ધ છે.)
(2) વર-કન્યાના લિવિંગ સર્ટિફિકેટની ખરી નકલ.
(3) વર-કન્યાના ચૂંટણીકાર્ડ તથા રેશનકાર્ડની ખરી નકલ.
(4) વર તથા કન્યા બન્નેનાં બે-બે પાસપોર્ટ સાઈઝનાં ફોટોગ્રાફ તથા લગ્નનો કપલ ફોટો.
(5) ગોર મહારાજનો દાખલો, કંકોત્રી ઓરીજીનલ તથા ઝેરોક્ષ નકલ.
(6) ગોર મહારાજ તેમજ બન્ને પક્ષનાં સાક્ષીઓનાં ચૂંટણીકાર્ડ અને રેશનકાર્ડની ખરી નકલ.
(7) તમામ પુરાવા બે-બે નકલોમાં રાખવા તથા પુરાવામાં વર-કન્યાએ સહી કરવી.
(8) તમામ અસલ પ્રમાણપત્રો દેખાડવા માટે સાથે રાખવા.
(9) લગ્ન અરજી ફોર્મ કાળી બોલપેનથી ભરવું તથા ક્લાર્કશ્રી પાસે ચેક કરાવી ઈન્વર્ડ કરાવવું.
(10) લગ્ન નોંધણી સમયે વર-કન્યા બન્નેએ હાજર રહેવું.

લગ્ન નોંધણી અંગેની ફી નીચે પ્રમાણે હોય છે:

1) લગ્નની તારીખથી એક મહિનામાં નોંધણી કરાવવામાં આવે તો ફી રૂ.5/-
2) લગ્નની તારીખથી ત્રણ મહિનાની અંદર નોંધણી કરાવવામાં આવે તો ફી રૂ.15/-
3) લગ્નની તારીખથી ત્રણ મહિનાથી ઉપરના સમયગાળામાં નોંધણી કરાવવામાં આવે તો ફી રૂ.25/-

● ફોર્મ ઉપર રૂ.100 + 100 ની બે એગ્રીમેન્ટ સ્ટેમ્પ તેમજ રૂ. 3/- ની કોર્ટ સ્ટેમ્પ લગાવવાની રહેશે.
● લગ્ન નોંધણી માટેના ફોર્મ લગ્ન નોંધણી રજીસ્ટ્રાર પાસેથી વિનામૂલ્યે મળી રહેશે.

લગ્ન નોંધણી માટેના રજીસ્ટ્રાર:

◆ ગ્રામ પંચાયત માટે તલાટી કમ મંત્રી
◆નગરપાલિકા ચીફ ઓફિસર અથવા આરોગ્ય અધિકારી
◆ મહાનગરપાલિકા તબીબી અધિકારી (આરોગ્ય)
◆ નોટીફાઈડ ઍરીયા ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર

લગ્ન નોંધણી કરાવવાની રીત:

લગ્નની નોંધણી કરવા માટે લગ્નનાં પક્ષકારોએ નિર્દિષ્ટ કરેલા નમૂનામાં નોંધણીની યાદી તૈયાર કરવાની રહેશે અને લગ્નની તારીખથી ત્રીસ દિવસની અંદર જે સ્થળે લગ્ન કરવામાં આવ્યા હોય તે વિસ્તારનાં રજિસ્ટ્રારને નોંધણીની યાદી બે નકલમાં આપવાની હોય છે. લગ્ન નોંધણી માટે ફોર્મ નંબર-5 અને ફોર્મ નંબર-1 ભરવું પડશે. ફોર્મમાં બે સાક્ષીઓની સહી કરાવવાની રહેશે. ત્યારબાદ રજીસ્ટ્રાર ફોર્મ અને તમે આપેલા તમામ પુરાવાઓ ચેક કરશે અને યોગ્ય જણાશે તો મેરેજ સર્ટિફિકેટ ઈસ્યુ કરી આપશે. ગુજરાતી અને અંગ્રેજી એમ બન્ને ભાષામાં લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મેળવી શકો.

લગ્ન નોંધણીનાં ફાયદા :

આ લગ્ન નોંધણી કેટલાક સંજોગોમાં આશીર્વાદરૂપ સાબિત થાય છે. કોઈ ડોક્યુમેન્ટ બનાવવા માટે જેમ કે, ચૂંટણીકાર્ડ, લાઇસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે માટે મેરેજ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ અનિવાર્ય છે. સૌથી મહત્વની વાત તો લગ્નના આધારનો એક માત્ર પુરાવો એ પણ મેરેજ સર્ટીફીકેટ જ છે. આ ઉપરાંત રેશનકાર્ડમાં નામ દાખલ કરવા માટે, પાસપોર્ટ બનાવવા માટે, વીમો ઉતરાવવા માટે, સરકારી યોજનાઓનો લાભ લેવા માટે, નોકરીમાં પેન્શનનો લાભ લેવા માટે તેમજ વિવિધ કચેરીઓમાં પણ મેરેજ સર્ટીફીકેટ અનિવાર્ય છે.

મિત્રો, “GujaratiDunia – ગુજરાતી દુનિયા” પરની આ ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો મિત્રો સાથે શેર કરજો જેથી લોકોની મદદ થઇ શકે.

તમે આ લેખ “GujaratiDunia – ગુજરાતી દુનિયા” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો આ લેખ ને વધુ માં વધુ શેર કરશો.

નોંધ:- આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.(ગુજરાતી દુનિયા ટીમ )
Email – [email protected]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here