ગુજરાતમાં આ તારીખથી વરસાદની થશે શરૂઆત , ખેડૂતો માટે વાંચવાલાયક સમાચાર

  એક બાજુ, આ વર્ષે ઓછા વરસાદને લીધે ગુજરાતભરમાં પીવાના પાણીની તંગી સર્જાઇ છે. જ્યાં જુઓ ત્યાં પાણી ના મુદ્દે હાહાકાર મચી ગયો છે. અને હવે ચોમાસા પર જ બધુ નિર્ભર છે. ગ્રહ-નક્ષત્રોની યુતિ અને વનસ્પતિના લક્ષણો આધારે આગાહીકારોએ એવી આગાહી કરી છે કે, ગુજરાતમાં આ વર્ષે ચોમાસું પ્રમાણમાં નબળુ રહેશે. તેથી વધુ ઉમેરતા કહ્યું છે કે  ૧૫મી જૂનથી નહી પણ ૨૦મી જુલાઇએ વરસાદનુ ગુજરાતમાં આગમન થવાની શક્યતાઓ  છે.
   ૧૫મી જુલાઇથી ગુજરાતમાં મધ્યમસર વરસાદના યોગ
   

  ચોમાસાની શરુઆતમાં જ વરસાદ ખેંચાશે. ૧૫મી જુલાઇથી ગુજરાતમાં મધ્યમસર વરસાદની શક્યતાઓ છે. ૧૫મી સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં સારો વરસાદ વરસી શકે છે.
  જેઠ-અમાસમાં ચોમાસુ નબળુ રહેશે


  આ વર્ષે દેશના ઘણાં ભાગોમાં અલ્પવૃષ્ટિ-ખંડવૃષ્ટિ જયારે અમુક ભાગમાં મધ્યમ વરસાદ વરસશે. કચ્છમાં આ વખતે સારો વરસાદ પડે તેવા એંધાણ છે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ પ્રમાણમાં વરસાદ વરસશે. જેઠ-અમાસમા ચોમાસું નબળુ રહેશે પણ ભાદરવામાં વરસાદ મન મૂકીને વરસી શકે છે.


  ટૂંકમાં કહીએ તો , ગુજરાતમાં ૪૦-૫૦ ટકા વરસાદ પડે તેવા યોગ
  સૂર્ય-મંગળની યુતિના અંગારક યોગ હોવાથી વરસાદની ખેંચ થઇ શકે છે. આ વખતે ખેડૂતો માટે માઠા સમાચાર છે કે, વાવણીલાયક વરસાદ થાય તેમ નથી. ટૂંકમાં ગુજરાતમાં ૪૦-૫૦ ટકા વરસાદ પડે તેવા યોગ છે. ૨૦મી ઓક્ટોબરે વરસાદ ગુજરાતમાંથી વિદાય લેશે તેવું જોવાઇ રહ્યું છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here