ગુજરાત નું એકમાત્ર ડાયનોસોર ના અવશેષ ધરાવતું સ્થળ – ડાયનોસોર પાર્ક (રૈયોલી)

નમસ્કાર મિત્રો,
૧૯૮૧ માં રૈયોલી ગામ રાજ્ય ગુજરાતમાં ડાયનાસોરના અવષેશો મળી આવ્યા હતા. જેમાં ૨૦૦૭ માં નવી પ્રજાતિ શોધવામાં આવી તેમાં પ્રજાતિનું નામ આવામાં આવ્યું “રાજાસૌરસ નર્મદાડેન્સિસ” જે ૯ મીટર લાંબા અને ૨.૫ મીટર ઊંચા હતા એ કાર્નિવારોસ ડાયનાસોર તેમના નાસ્તામાં લાંબી ડોક વાળા ટીટેનોસૌરસ નેજ ખાતા હતા જે સૌથી મોટા ડાયનાસોર માના એક હતા રાજાસૌરસ ડાયનાસોર થી પણ ખતરનાક ટી – રેક્સ ડાયનાસોર હતા જેના માથા પર એક મુંગટ જેવા સિંગડું હતું જે રાજા ના મુંગટ જેવું લાગતું હતું. એના માટે તેનું નામ રાજાસૌરસ પાડવામાં આવ્યું હતું કેમ કે આના કેટલાક અવશેશો નર્મદા નદી પાસે પણ મળી આવ્યા હતા એના માટે એની સરનેમ નર્મદાડેન્સિસ રાખવામાં આવી હતી.

રૈયોલી ગામ ની ખાસિયત એ છે કે ડાયનાસોર આ ગામ માં પેદા થયા અને આ જ ગામમાં માં અંત પણ પામ્યા આ જગ્યાએ થી કેટલાક ડાયનાસોર ના ઈંડા માંડ્યા જેમાં ટીટેનોસૌરસ અને રાજાસૌરસ ના ઈંડા પણ મોજુદ હતા અને રૈયોલી ગામ એ દુનિયા નું સૌથી મોટું બીજું “ઈન્ડસેવન ગૃહ” છે.

રૈયોલી ગામ માંથી ડાયનાસોર ના અવશેષ અને ઈંડા મળ્યા જેમાં આજુબાજુ ગામલોકો દ્વારા જાણ મળી તો તેવો તેઓના દ્વારા ઈંડા ની પૂજા કરવા માટે આવતી હતી.

દુનિયા માં ક્યાંય પણ ના મળે એવા ડાયનાસોર નો માળો અહીં મળી આવ્યો હતો. જેમાં ૩૦ સેન્ટિમીટર લાબું જેમાં યુવાન ડાયનાસોરના ઈંડા ને ચોંટેલો સાપ હતો જે તેને ખાવા આવ્યો હતો અને ત્યારે એવી એક કુદરતી ઘટના બની જેમાં એ ચોંટેલા જ સ્થિતિમાં રહ્યા અને પછી કરોડો વર્ષ પછી ૧૯૮૧ માં મળી આવ્યા
રૈયોલી ડાયનાસોર પાર્ક ખાતે દેશ વિદેશ થી કેટલાક પ્રવાસીયો આવે છે.

દુનિયાનું સૌથી મોટું ત્રીજું મોટું ફોસિલ પાર્ક છે જે ગુજરાતના રૈયોલી ગામ માં આવેલ છે જે બિલકુલ કુદરતી રીતે આપણે ડાઇનાસોરને નિહાળી શકીયે છીએ.

શું જોવાલાયક છે રૈયોલી માં વાંચો વિગતવાર

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે આવેલ વિશ્વનો ત્રીજો સૌથી મોટો અને ભારત દેશમાં સૌપ્રથમ ડાયનાસોર ફોસીલ પાર્ક મ્યુઝીયમનું રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે તા.૦૮-૦૬-૨૦૧૯ ના રોજ સવારે ૦૯-૩૦ કલાકે લોકાર્પણ કરમાં આવશે. આ અવસરે માન.મંત્રીશ્રી પ્રવાસન અને મત્યસ ઉદ્યોગ શ્રી જવાહરભાઇ ચાવડા અને સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ સહિત ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
આ ડાયનોસોર મ્યુઝિયમ રૈયોલીમાં વૃક્ષોના માળખાં, ટોપોગ્રાફી અને પ્રાગઐતિહાસિક થીમ પર જંગલ જેવું વાતાવરણ રચવામાં આવ્યું છે. મૂળ કદ કરતાં નાના લગભગ ૫૦ જેટલા સ્કલ્પચર્સ બનાવીને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે જે યુગ પૂર્વેના ડાયનોસોરના અંદાજિત આકાર અને અને કદનું વર્ણન કરે છે. મ્યુઝિયમની શરૂઆતમાં જ મુકવામાં આવેલા રાજાસોરસના લાઈફ – સાઈઝના સ્કલ્પચરથી મુલાકાતીઓ મંત્રમુગ્ધ બની જશે. વિભિન્ન ૧૦ ગેલેરીઓમાં ફેલાયેલું આ મ્યુઝિયમ એક સઘન માહિતી કેન્દ્ર સમાન જોવા મળશે.


આ મ્યુઝિયમમાં ડિજિટલ, પ્રિન્ટ અને સ્ટેટિક સ્વરૂપે વિવિધ ભારતીય તેમજ વૈશ્વિક ડાયનોસોરની પ્રજાતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ૩ડી પ્રોજેક્શન મેપિંગ, ૩ડી ગેલે સ્ટીરિયોસ્કોપીક, ૩૬૦ ડિગ્રી વર્ચ્યુલ રિઆલિટી, ઇન્ટરેક્ટિવ ગેમિંગ કન્સોલ, ઈન્ટરેકિટવ કિઓસ્કસ વગેરે જેવી અત્યાધુનિક ટેકનોલોજીના માધ્યમથી મુલાકાતીઓ પ્રાગ – ઐતિહાસિક યુગની સફર કરશે. આ મ્યુઝિયમમાં એક ક્ડિઝ ઝોનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેના લીધે ડાયનોસોરને સમજવા માટે યુવા માનસને જરૂરી જિજ્ઞાસુ વાતાવરણ મળી રહેશે તેમજ સેન્ટ્રલ કોર્ટયાર્ડમાં આવેલ એન્ટ્રીયમ એ ડાયનોસોરની દુનિયાની ઝાંખી કરાવે છે. આ મ્યુઝિયમમાં મુલાકાતીઓ સેલ્ફીની મજા માણી શકશે.

કેવી રીતે જશો રૈયાલી ડાયનોસોર પાર્ક

રૈયાલી (બાલાસિનોર) જી-મહીસાગર , અમદાવાદથી માત્ર ૧૧૮ કિમી, વડોદરાથી ૧૦૮ કિમી, લુણાવાડાથી ૩૭ કિમી અને મોડાસા થી ૫૭ કિમી છે. તમે વહેલી સવારે કાર દ્વારા પણ અહીં પહોંચી શકો છો અને રાત્રે પરત ફરી શકો છો

તમે આ લેખ “GujaratiDunia – ગુજરાતી દુનિયા” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો આ લેખ ને વધુ માં વધુ શેર કરશો.

નોંધ:- આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.(ગુજરાતી દુનિયા ટીમ )
Email – [email protected]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here