વોટર પાર્ક એટલે મહેસાણાનું ‘શંકુઝ’જ !

વોટર પાર્ક એટલે મહેસાણાનું ‘શંકુઝ’જ !

૧૯૯૨ની સાલમાં જયારે લોકોનાં મનોરંજનનું સાધન ટી.વી.  સિનેમા કે ક્રિકેટ મેચ હતું ત્યારે ભારતના મનોરંજન ક્ષેત્રે એક નવી ક્રાંતિની શરૂઆત થઇ અને તે હતી ભારતનું સૌપ્રથમ વોટર પાર્ક ‘શંકુઝ વોટર પાર્ક મહેસાણા’

‘મહેસાણા વોટર પાર્ક’ તરીકે પણ ખ્યાતિ શંકુઝ વોટર પાર્કના શરુ થવાથી લોકોને મનોરંજન માટે એક આગવો વિકલ્પ મળ્યો અને પછી શરુઆત થઇ એક નવા યુગની, દિવસે-દિવસે જબરદસ્ત ભીડ અને માનવ મહેરામણ ઉમટવા માંડયા, આ રીતે છેલ્લા રપ વર્ષથી આ વોટર પાર્ક ગુજરાતના મનોરંજનનું પ્રતીક સમો બની રહ્યો છે.

શંકુઝના રપમાં વર્ષની વર્ષ ગાંઠ નીમીતે મેેનેજમેન્ટે એક નિર્ધાર કર્યો કે શંકુઝને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ વોટર પાર્ક બનાવીએ, પશોના વોટર પાર્ક મનોરંજનથી ભરપુર તો હોય છે જ પરંતુ સુરક્ષા, સલામતી, પાણીની ગુણવતા અને હાઇજીનની દ્રષ્ટિએ પણ ખુબ જ કુશળ હોય છે અને માટે જ શંકુઝના મેનેજમેન્ટે વોટર પાર્કને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનો કરવાનો નિર્ધાર કર્યો હતો.

વિસ્તારની દ્રષ્ટિને અગાઉથી ચાર ગણી જગ્યા વધારી, જુના વોટર પાર્કને નાબુદ કરી ૩૦ એકરમાં નવા વોટર પાર્કની પ્રક્રિયા શરુ કરવામાં આવી. નીચે મુજબનાં જોડાણ કરી શંકુઝે ઇન્ટરનેશનલ માર્કેટમાં પોતાના નામનો ડંકો વગાડયો છે.

એકમાત્ર વોટર પાર્ક જે આતરરાષ્ટ્રીય જોડાણથી બને છે વિશેષ

કેનેડાની વિશ્વ વિખ્યાત કંપની ‘ફોરેક’ (FORECC) દ્વારા ડીઝાઇન, મનોરંજનના સ્થળો ડીઝાઇન કરતી સ્પેનની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આર્કિટેકચર કંપની ‘એમ્યુઝમેન્ટ લોજીક’દ્વારા કાર્યરત, નેપ્ચ્યુન બેનસન, યુ.એસ.એ. દ્વારા લગાવવામાં આવેલ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ધરાવતી પાણી શુઘ્ધિકરણ સિસ્ટમ, આઇકોન ગ્લોબલ પાર્ટનર્સ, યુ.એસ.એ. દ્વારા તૈયાર થયેલ પાર્કની કાર્ય પઘ્ધતિની ડિઝાઇન તેમ જ તે જ કંપનીની દેખરેખ, વિશ્વમાં અગ્રેસર કેનેડાની વ્હાઇટ વોટરની રાઇડસ, સુરક્ષા, સલામતિ, ચોખ્ખાઇ, ગુણવત્તા સાથ મનોરંજનની ખાતરી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે બહોળો અનુભવ ધરાવતી ઇન-હાઉસ ઓપરેશન ટીમ, આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબનું લાઇફ ગાર્ડ તે જ મેઇન્ટેન્સેનું કાર્ય, મહેમાનોને મહત્તમ સગવડ મળી રહે તે ઘ્યાનમાં રાખી સંયોજીત પાર્કની દરેક સુવિધાઓ, દરેક ઉમરના વ્યકિતને મનોરંજન મળી રહે તે રીતે બધાં જ આકર્ષણોનો સુંદર સમન્વય

સમાજને આરોગ્યશિક્ષણ અને મનોરંજન આપવાં ‘શંકુઝ ગ્રુપસજજ

શંકુઝ ગ્રુપ- એક એવું નામ કે જે ૧૯૯૨ થી ગુજરાતના લોકોની જીવનશૈલીને નવા આયામ આપી રહ્યું છે. આ ગ્રુપના સંસ્થાપક શ્રી શંકરભાઇ ચૌધરીનું લક્ષ્ય હતું સમાજને આરોગ્ય, શિક્ષણ અને મનોરંજનના ક્ષેત્રના શ્રેષ્ઠતમ સેવાઓ પુરી પાડવાનું અને એ જ લક્ષ્ય આજે આ ગ્રુપનો મુદ્રાલેખ બની ચૂકયું છે. આ ગ્રુપના પાયામાં રહેલો છે. સત્યિદાનંદ નો મંત્ર જયાં સત નો અર્થ છે સ્વાસ્થ્ય ચિત્ત નો અર્થ છે શિક્ષણ અને આનંદનો અર્થ છે મનોરંજન શંકુઝ ગ્રુપે દેશમાં સૌ પ્રથમ વોટક પાર્ક – શંકુઝ વોટર પાર્ક અને અત્યંત વૈભવી હોલિડે રિસોર્ટ શંકુઝ વોટર વર્લ્ડ રિસોર્ટની સ્થાપના કરી છે.

તેઓએ બાળકોને ઉજજવળ ભવિષ્ય માટે મહેસાણા, અડાલજ તથા ધીણોજ ખાતે ડિવાઇન ચાઇલ્ડ સ્કુલની પણ સ્થાપના કરી છે. આ ઉપરાંત શંકુઝ ગ્રુપ ગુજરાતના સૌથી મોટા અને વિશ્વસ્તરીય પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર શંકુઝ નેચરલ હેલ્થ સેન્ટરનું પણ સંચાલન  છેલ્લા ૧પ વર્ષથી સફળ રીતે કરી રહ્યા છે. આ સિવાય શંકુઝ ગ્રુપ કેમીકલ્સ, ફર્ટિલાઇઝીંગ, કેમીકલ્સ નિમરલ્સ, એનિમલ ફીડ સપ્લિમેન્ટસ વગેરેના ઉત્પાદનમાં પણ સક્રિય છે. તેઓની વધુ એક કંપની શંકુઝ એકમે ફાર્મા પ્રા.લી. ૪પ કરતા પણ વધુ ફામાર ઉત્પાદનોનું ઉત્પાદન સપ્લાય  અને વિતરણ કરે છે.

અત્યાધુનિક વોટર પાર્ક તદ્દન નવા રંગરૂપમાં

બે વર્ષના કામ-કાજ બાદ હવે આ અત્યાધુનિક વોટક પાર્ક તદ્દન નવા રુપ રંગમાં સજજ થઇ લોકોને એક અદભુત મનોરંજન પુરુ પાડી રહ્યું છે., સુરક્ષા, સલામતિ, ચોખ્ખાઇ અને ગોલ્ડ સ્ટાન્ડર્ડ ફિલ્ટરેશન યુકત પાણી દ્વારા સ્થાપિત વોટર પાર્કને અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી આ નવા વોટર પાર્ક આકાર લીધો છે અને ભારતભરમાંથી પર્યટકો અહી આ વોટર પાર્કનો આનંદ લેવા આવે છે., તમામ પર્યટકો શંકુઝની અત્યાધુનિક રપ થી વધુ વોટર રાઇટસ એની ગુણવતા, સ્ટાફની શાલીનતા, પાણીની ગુણવતા, વોટર પાર્કનું ઓવર ઓલ મેનેજમેન્ટને લઇને ઘણા ખુશ જોવા મળે છે. અને હકારાત્મક પ્રતિસાદ આપી અન્ય લોકોને પણ અહીં આવવા પ્રેરે છે. એક વાતતો ચોકકસ છે શંકુઝે ૧૯૯ર ની સાલમાં સૌ પ્રથમ વોટર પાર્ક સ્થાપી ભારતમાં નામ કમાયું હતું. હવે આ અત્યાધુનિક અને ગુણવતા યુકત નવા વોટર પાર્ક થકી આખી  દુનિયામાં નામ કરશે એમાં કોઇ બે મત નથી.

ડો. અઝહર એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ અમદાવાદથી આવે છે. તેઓ દર વર્ષ શંકુઝ વોટર પાર્કમાં ૧૦ થી ૧ર વર્ષથી આવે છે. કવોલીટી એટલે શંકુઝ વોટર પાર્ક છે આ વોટર પાર્ક ૧૯૯૨માં શરુ કરવામાં આવેલ છે. અને તેમની પેઢીની તેઓ અહીયા આવે છે શંકુઝમાં સેફટી અને વોટર કવોલીટી ખુબ જ સારું છે. શંકુઝ વોટર પાર્કમાં ફોરેનના વોટર પાર્કની કવોલીટી જોવા મળે છે. શંકુઝમાં જે ચેન્જ આવ્યો છે. તેના રાઇડઝમાં તે ફોરેન જેવી જ રાઇડઝનો અહેસાસ કરાવે છે. શંકુઝ જેવું ઇન્ડિયા કોઇ વોટર પાર્ક નહીં હોય.

તેમનું કહેવું છે કે શંકુઝ વોટર પાર્કનો ચેન્જથી એવું લાગે છે કે કોઇ વિદેશમાં હોય તેવું લાગે છે.અને ખાસ રાઇડઝમાં ઘણી બધો ચેન્જ છે એક રાઇડમાં તમે આવી ફેમીલી સાથે જઇને ઇન્જોય કરી શકો તેઓ દર વર્ષે આ વોટર પાર્કની મુલાકાત લે છે સાથે જ પાણીની કવોલીટી પણ સારી છે સાથે પ્રોફેશનલી મેઇનટેન કરવામાં આવે છે. તેમને સ્પેસ રાઇડઝમાં વધુ મજા આવે છે. અલગ અલગ ફૂડ કીટ આપવામાં આવે છે.તે ખૂબ જ સારું છે.

તેઓ શંકુઝ વોટર પાર્કમાં પોતાની ફેમીલી સાથે આવેલ છે. તેઓને ખુબ જ મજા આવેલ છે. બધી રાઇડઝમાં ખુબ જ આનંદ આવે છે. 

તેઓ મેન્ટા રાઇડઝ પર જઇને આવ્યા છે તેમાં તેમને ખુબ જ મજા આવીછે અને બધા લોકોમાં ગ્રુપમાં આવવું જોઇએ ને તેમનું એ પણ કહેવું  છે કે બધા લોકોએ પોતાના ગ્રુપને લઇને શંકુઝ વોટર પાર્ક આવવુ જોઇએ બધી રાઇડઝમાં જઇ તે અહીયાને વેવઝપુલ બહુજ મોટા છે. ને ખુબ જ સારી છે તે ત્યાંની વોટર પાર્કની વોટર કવોલીટી ખુબ જ સારી છે કોઇપણ પ્રકારના ઇન્ફેકશન થતા નથી.સાથે જ તયાંના લાઇફ ગાર્ડ પણ ખુબ જ સારા છે ને બધાનું ઘ્યાન રાખતા હોય છે સાથે જ મેન્ડીઝ રેસ્ટોરન્ટ ટોકીઝ રેસ્ટોરન્ટ બન્ને જગ્યાએ ફુડ ખુબ જ સારુ છે ફુડ કોલ્ડ્રીકસ ખુબ જ સારી કવોલીટી હોય છે.

તમે આ લેખ “GujaratiDunia – ગુજરાતી દુનિયા” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો આ લેખ ને વધુ માં વધુ શેર કરશો.

નોંધ:- આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.(ગુજરાતી દુનિયા ટીમ )
Email – [email protected]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here