સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એને લગતી રસપ્રદ માહિતી

આજે વાત કરીયે એકતા ના એક એવા પ્રતીક ની જે વડોદરા નજીક સાધુ બેટ નામના દ્વીપ પર 3.2 કિમી દૂર નર્મદા ડેમની સામે સ્થિત છે. જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નામ આપવામાં આવ્યું છે. ભારતના સ્વતંત્રતા ચળવળના નેતા અને એકતા માં પ્રતીક એવા વલ્લભભાઈ પટેલ ને સમર્પિત છે આ સ્ટેચ્યુ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ ની સ્થાપના

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ ની સ્થાપના સૌપ્રથમ 7 ઓક્ટોબર 2010 ના રોજ કરવામાં આવી. 20,000 ચો.મી. વિસ્તારમાં ફેલાયેલી આ યોજના 12 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એક કૃત્રિમ તળાવથી ઘેરાયેલી છે. 182 મીટર ની ઊંચાઈ ધરાવતી તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે કંઈક નવુ

સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેક્ટની યોજના કરવામાં આવી હતી. આ યોજનાની ખાસ વાત એ છે કે મૂર્તિ માટે જરૂરી લોખંડ અને તેમા ઉપયોગમાં લેવાતા ખેતીના સાધનો દાનના સ્વરૂપમાં ભારતભરનાં ગામોના ખેડૂતો પાસેથી એકત્ર કરવામાં આવ્યા હતા. ૫00,000 થી વધુ ભારતીય ખેડૂતો પાસેથી દાનની અપેક્ષા કરવામાં આવી, અને આ જ કારણે તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યું.

6 લાખ ગામોમાંથી લાખો ટુકડાઓ એકત્ર કરવા માટે ત્રણ મહિનાની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ કરવામાં આવી. આ સમયગાળા દરમિયાન, 5000 મેટ્રિક ટનથી વધુ આયર્ન એકત્ર કરવામાં આવ્યું, અને આખરે ૩૧ ઓક્ટોબર ૨૦૧૪ ના રોજ મુર્તિનું બાંધકામ શરૂ થયું.

ભારત માં એકતા ચળવળ નું પ્રતિનિધિત્વ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને તેમની પ્રતિમા બનાવવામાં આવી રહી છે. નર્મદા ડેમની એકદમ સામે સરદાર પટેલની આ પ્રતિમા સ્થિત કરવામાં આવી. તેમની પ્રતીક બનવવાનો મુખ્ય ઉદેશ લોકો માં એકતા જાળવવાનો છે.

પ્રતિમાના પ્રથમ તબક્કામાં સ્મારકની મુખ્ય જમીન, કેન્દ્રની ઇમારતો, એક બગીચો, હોટલ, એક કન્વેન્શન સેન્ટર, એક મનોરંજન પાર્ક, સંશોધન કેન્દ્રો અને સંસ્થાઓ સાથે જોડતા પુલ બનાવવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલના ઐતિહાસિક સ્વરૂપ નું પ્રતિનિધિત્વ કરે છે.

સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા દ્વારા વિશ્ર્વભરના પ્રવાસીઓને ગુજરાત તરફ આકર્ષવાના સરકારના પ્રયાસો સફળ થવા તરફ

ઉલ્લેખનીય છે કે, અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષનું બીરુદ મેળવનાર એવા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નર્મદા સાઈટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧ ઓકટોબરના રોજ અનાવરણ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીને સામાન્ય લોકો માટે ખુલ્લી મુકી હતી.

કરોડો રૂપિયાના ખર્ચે બનેલ આ પ્રતિમાના કદને વિશાળ ન્યાય મળી રહ્યો હોય તેમ દરરોજ હજારો યાત્રાળુઓ અહીં ઉમટી રહ્યા છે. અત્યાર સુધીમાં તંત્રને પર્યટકોને કારણે ૫૦ લાખથી વધુની આવક પણ થઈ ચુકી છે.

જોકે, મનાઈ રહ્યું છે કે, દિવાળીની રજાઓના કારણે આટલી બહોળી સંખ્યામાં પર્યટકો વિશ્ર્વની ઉંચી પ્રતિમાને નિહાળવા આવ્યા હતા અને બહોળી આવક થઈ હતી પરંતુ હવે રજા ખત્મ થતા તંત્રની આવકમાં પણ મહદઅંશે ઘટાડો નોંધાશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્ર્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ અંગે વધુ વિગત આપતા ગુજરાત ટુરીઝમના પ્રિન્સીપાલ સેક્રેટરી એસ.જે.હૈદરે કહ્યું કે, સરદાર પટેલની ઉંચી પ્રતિમાએ વિશ્ર્વ આખામાં રેકોર્ડ નોંઘ્યો છે અને ટુરીસ્ટો માટે અલગ જ પ્રકારનું આકર્ષણ ઉભુ કર્યું છે. જેના કારણે વિશ્ર્વભરના પ્રવાસીઓ ગુજરાત તરફ આકર્ષાયા છે.

તંત્રની આવકની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે સ્થાનિક લોકોને પણ રોજગારી મળી રહી છે. ટુરીસ્ટોના ઘસારાને કારણે હાલ હોટેલ, રેસ્ટોરન્ટો સંપૂર્ણપણે બુક છે. યુનિટી સાઈટ ખાતે બનાવાયેલ સરદારની પ્રતિમા ઉપરાંત તંબુઓ, ફલાવર વેલી, સરદાર જીવન પરની પ્રદર્શનીએ પણ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે.

દુનિયાભરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચર્ચાઓ છે. ત્યારે જાણો આ પ્રતિમાની 10 ખાસિયતો વિશે જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે.

1. લાર્સન એન્ડ ટુર્બો કંપનીનો દાવો છે કે સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

2. આ પ્રતિમા 182 મીટર ઊંચી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ચીનમાં આવેલી બુદ્ધિની પ્રતિમા કરતાં પણ ઊંચી છે અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં તેની ઊંચાઈ બમણી છે.
3. સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર 33 મહિનામાં બનીને તૈયાર થઈ ગઈ છે, જે પણ એક રેકોર્ડ છે. કંપનીના જણાવ્યાનુસાર ચીનના સ્પ્રિંગ ટેમ્પલમાં બુદ્ધની પ્રતિમા બનતા 11 વર્ષ લાગ્યા હતા.

4.એલએન્ડટીએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આ મૂર્તિનું નિર્માણ 2,989 કરોડના ખર્ચે તૈયાર થઈ છે.
5. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કાંસાની પરત ચઢાવવા સિવાયનું દરેક કામ ભારતમાં જ થયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્વદેશી છે.

6. આ પ્રતિમા નર્મદા નદી પર સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટરની દૂરી પર છે.
7. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કુલ વજન 1700 ટન છે. તેની ઊંચાઈ 522 ફૂટ અને 182 મીટર છે. જેમાં પગની લંબાઈ 80 ફૂટ, હાથ 70 ફૂટ ખભા 140 ફૂટ અને ચહેરાની ઊંચાઈ 70 ફૂટ છે.
8. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ પદ્મવિભૂષણ સન્માનિત રાવ વી. સુતારની દેખરેખમાં થયું છે.

9. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી સરદાર સરોવર ડેમ, સતપુડા તેમજ વિંધ્ય પર્વત પણ જોઈ શકાય છે. અહીંની ગેલેરીમાંથી એક સમયે 40 લોકો આ દ્રશ્ય જોઈ શકે છે.

10. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે રોજ 15000 પર્યટકો આવશે તેવું અનુમાન છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોવા જવું છે તો ઓનલાઇન ટિકિટ બુક કરાવો, કેટલી છે ફી? જુઓ

સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નાગરિકો માટે ૧લી નવેમ્બરથી ખુલ્લું મૂકાશે :રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા વેબસાઇટ અને મોબાઇલ એપ વિકસાવાઇ  છે. www.soutickets.in પર જઇને ઓનલાઇન ટિકિટ માટે ૨૭મી ઓકટોબર-૨૦૧૮થી બુકિગ કરાવી શકાશે.  કેવડિયા ખાતેથી પણ ટિકિટ મેળવી શકશે. આ પ્રોજેક્ટને નિહાળવા માટે સરકારે ફીનું ધોરણ 500 રૂપિયા રાખ્યું છે. જેમાં આ પ્રોજેક્ટને પ્રતિ વ્યક્તિ જોઈ શકશે. અહીં સરકાર દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.  ભારતના લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું કેવડિયા ખાતે નિર્માણ સંપન્ન થયું છે. આ પ્રતિમાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ૩૧મી ઓકટોબરે રાષ્ટ્રાર્પણ કરનાર છે. જે આમ નાગરિકો માટે ૧લી નવેમ્બર-૨૦૧૮થી ખુલ્લું મૂકવામાં આવશે એમ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની યાદીમાં જણાવાયું છે યાદીમાં વધુમાં જણાવાયા અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના વિસ્તારને વૈશ્વિક સ્તરનું પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. જ્યાં ફલાવર ઓફ વેલી, ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરાયું છે. આ પ્રવાસન સ્થળની સહેલાણીઓ મુલાકાત લઇ શકે તે માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET) દ્વારા પ્રવાસીઓની સરળતા માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન વિકસાવવામાં આવી છે. ઓનલાઇન ટિકિટ બુકીંગ માટે પ્રવાસીઓ www.soutickets.in પર જઈને ટિકિટ બુકિંગ કરાવી શકશે.

તમે આ લેખ “GujaratiDunia – ગુજરાતી દુનિયા” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો આ લેખ ને વધુ માં વધુ શેર કરશો.

નોંધ:- આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.(ગુજરાતી દુનિયા ટીમ )
Email – [email protected]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here