હિન્દુઓમાં સૂર્યાસ્ત પછી શા માટે અંતિમ સંસ્કાર નથી કરવામાં આવતા ? જાણો કારણ

હિંદુ હિન્દુ ધર્મમાં માનવીના જન્મથી માંડીને મૃત્યુ સુધી 16 સંસ્કારોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એમાંથી જ એક છે અગ્નિ સંસ્કાર, અને એને અંતિમ સંસ્કાર પણ કહેવાય છે. અંતિમ સંસ્કાર માટેના સમયને લઈને શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરાયો છે. એ પ્રમાણે સૂર્યાસ્ત પછી કોઈ પણ મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર થઈ શકતા નથી. તો એવું તો શું કારણ છે કે હિંન્દુઓના ધાર્મિક ગ્રંથો સૂર્યાસ્ત પછી અગ્નિ સંસ્કારની પરવાનગી આપતા નથી. ચાલો તો જાણી લઇયે…

જો આપણે ગરૂડ પુરાણ પ્રમાણે વાત કરીયે તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે, સૂર્યાસ્ત પછી ક્યારેય પણ કોઈને અગ્નિ સંસ્કાર કરવો જોઈએ નહિ. જો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ રાતના સમયે થાય છે તો પણ એ વ્યક્તિના અંતિમ સંસ્કાર બીજા દિવસે સવારમાં જ કરવામાં આવે છે. એના વિષે એવી માન્યતા રહેલી છે કે, જો કોઈ વ્યક્તિના સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવામાં આવે, તો મૃતકની આત્માને પરલોકમાં કષ્ટ ભોગવવાનો વારો આવે છે. એની સાથે સાથે જ આવનારા જન્મમાં તેના કોઈ અંગમાં ખોડ પણ આવી શકે છે. એટલા માટે જ સૂર્યાસ્ત પછી કોઈનું અગ્નિસંસ્કાર કરવામાં નથી આવતું. સાથે જ જ્યારે પણ કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવામાં આવે તો, ત્યારે એક કાણાં વાળા ઘડામાં પાણી રાખીને મૃતદેહની પરિક્રમા કરવામાં આવતી હોય છે અને પછી એને પાછળની તરફ પટકીને ફોડી દેવામાં આવતી હોય છે.

એના વિષે એક પૌરાણિક માન્યતા એવી છે કે, આવું મૃત વ્યક્તિની આત્માનો તેના શરીરથી મોહ ભંગ થાય એના માટે કરવામાં આવતું હોય છે. એવું કહેવાય છે કે, મનુષ્યનું જીવન પણ ઘડાની જેમ મૃત હોય છે અને એમાં જે પાણી હોય છે એ મનુષ્યનો સમય હોય છે. જ્યારે ઘડામાંથી પાણી ટપકે છે, તો એનો એવો અર્થ થાય છે કે, આયુષ્યરૂપી પાણી દર વખતે ટપક્યા રાખે છે અને છેલ્લે બધુ જ ત્યાગીને જીવાત્મામાં પ્રવેશ કરે છે.

તમે આ લેખ “GujaratiDunia – ગુજરાતી દુનિયા” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, જો ગમ્યો હોય તો આ લેખ ને વધુ માં વધુ શેર કરશો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “ “GujaratiDunia – ગુજરાતી દુનિયા ” ને..

નોંધ:- આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.(ગુજરાતી દુનિયા ટીમ )
Email – [email protected]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here